ખુલ્લા મેદાનમાં કાર્યક્રમો અંગે હવે સંખ્યાની કોઈ મર્યાદા નહિં

22 January 2021 04:08 PM
Rajkot
  • ખુલ્લા મેદાનમાં કાર્યક્રમો અંગે હવે સંખ્યાની કોઈ મર્યાદા નહિં

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત: જોકે લગ્ન પ્રસંગને આ છુટછાટ લાગુ નહિં પડે: રાજયમાં ચૂંટણીના વાગતા પડઘમ સમયે જ જાહેરાત સૂચક: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.


રાજકોટ તા.22
રાજયમાં કોરોના સંક્રમણના કારણે જાહેર કાર્યક્રમો પર લાદવામાં આવેલા પ્રતિબંધમાં એક મોટી છુટછાટ આપવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે જણાવ્યું હતું કે ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમમાં સંખ્યાની કોઈ મર્યાદા રહેશે નહિં. રાજયમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર દ્વારા કરાયેલો આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું કે જોકે લગ્ન સમારોહમાં આ છુટછાટ લાગુ થશે નહિં તેમણે આ માટે તર્ક રજુ કરતા લગ્નના આયોજનો પાંચ-છ કલાક સુધી ચાલતા હોય છે અને તેમાં આ પ્રકારની છુટછાટને કારણે કોરોના સંક્રમણ થવાની શકયતા વધુ રહે છે.જયારે અન્ય કાર્યક્રમો એક કે બે કલાકમાં પૂરા થઈ જતા હોય છે અને ખુલ્લા મેદાનમાં સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્ક બન્નેની ફરજીયાત જોગવાઈ સાથે કોઈ સંખ્યા મર્યાદા લાગુ થશે નહિં. શ્રી રૂપાણીએ આજે પત્રકાર પરિષદ સમયે આ માહીતી આપી હતી અને જણાવ્યું હતું કે આયોજકોએ જોકે કોરોનાની તમામ પ્રોટોકોલનૂ પાલન કરવાનું રહેશે અને જે કાંઈ પોલીસ મંજુરી કે વહીવટી વ્યવસ્થા હશે તે યથાવત રહેશે.


Related News

Loading...
Advertisement