વોર્ડ નં.10માં શિવદ્રષ્ટિ સોસા. ડામર રી-કાર્પેટના કામનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહૂત

22 January 2021 04:00 PM
Rajkot
  • વોર્ડ નં.10માં શિવદ્રષ્ટિ સોસા. ડામર રી-કાર્પેટના  કામનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહૂત

રાજકોટ, તા. 22
વોર્ડ નં.10ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામૌવા રોડ પાસે આવેલ શિવદ્રષ્ટિ સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટનું કામનું ખાતમુહૂર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતું.વોર્ડ નં.10માં નાના મવા રોડ પર આવેલ શિવદ્રષ્ટિ સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, ચૂંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, સંગીતાબેન છાયા, મનીષાબેન શેઠ, મયુરીબેન ભલાળા, નીતાબેન વઘાસીયા, નીતુબેન કનારા તથા શિવદ્રષ્ટિ સોસાયટીના સગુણાબેન સાવલીયા, નેમીશભાઇ ગઢીયા, મુકેશભાઇ કાહલા, વલ્લભભાઇ ગઢીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement