મહાપાલિકાની ફાયર શાખામાં લીડીંગ ફાયરમેનની ભરતી માટે આજે પ્રેકટીકલ પરીક્ષા યોજવામાં આવી હતી. ત્રણ જગ્યા પર ઇનહાઉસ (કર્મચારીઓ જ) ભરતી નકકી કરાતા સાત અરજી આવી હતી જેમાંથી એક કર્મચારી ગેરહાજર હતા તેવું મહેકમ શાખાના આસી. મેનેજર ઘોણીયાએ જણાવ્યું હતું. તસ્વીરમાં ડૂબકી મારીને ટેસ્ટ આપતા તથા સાધનોની ઓળખ કરતા અરજદારો જોવા મળે છે.