રાજકોટ મહાપાલિકા દ્વારા ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે વેકસીનેશન સેન્ટર ખુલ્લુ મુકયું

22 January 2021 03:56 PM
Rajkot
  • રાજકોટ મહાપાલિકા દ્વારા ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે વેકસીનેશન સેન્ટર ખુલ્લુ મુકયું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુવાડવા રોડ અને રણછોડનગર, પેડક રોડ જેવા વિસ્તારમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સ માટે વેકસીનેશન સેન્ટરનો આજે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન-આરોગ્ય શાખાના ડો. મનીષ ચુનારા, કુવાડવા રોડ ડોકટર એસોસીએશનના ચેરમેન ડો. મનોજ ઠેસીયા, ડો. સમીર ખુંટ તથા કુવાડવા રોડ ડોકટર એસોસીએશનના હોદ્દેદારો ઉપરાંત ગોકુલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા આ સેન્ટર આજે સવારે ખુલ્લ મુકવામાં આવ્યું હતું તથા રસીકરણને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ડો. મનીષ ચુનારાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને હાઉસ કીપીંગ સ્ટાફનો ખુબ મહત્વનો ભાગ હતો અને હાલના તબકકે આ લોકોને પ્રાથમિકતા આપી પ્રથમ તબકકામાં વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વેકસીનની કોઇ આડઅસર નથી તેથી જેમને પણ મેસેજ આવે તેમણે એક કલાકનો ટાઇમ લઇને આવવું તથા પોતાનું આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે.


Related News

Loading...
Advertisement