પાટીદાર પરિવારોનું સામાજીક આર્થિક મૂલ્યાંકન સાથે સંગઠન મજબૂત બનાવવાની સાધારણ સભામાં ઘોષણા

22 January 2021 03:54 PM
Rajkot
  • પાટીદાર પરિવારોનું સામાજીક આર્થિક મૂલ્યાંકન સાથે સંગઠન મજબૂત બનાવવાની સાધારણ સભામાં ઘોષણા

સમાજ વિકાસના કાર્યો થકી છેવાડાના માનવી સુધી પહોંચવાની નેમ વ્યકત કરતાં ચેરમેન મૌલેશભાઇ ઉકાણી:ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલ સાધારણ સભામાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ : નિર્માણાધીન તમામ પ્રોજેકટ પર સહયોગ આપવા દાતાઓને પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાની અપીલ : રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે શૈક્ષણિક પ્રોજેકટની કામગીરી ટૂંક સમયમાં હાથ પર લેવાશે

રાજકોટ તા. ર2 : કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમીયાધામ સીદસર ખાતે ગત તા. 17 ને રવીવારે વર્ષ ર0ર0-ર1 ની સાધારણ સભાનું તેમજ ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યોની સંયુકત બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સાધારણ સભાની શરુઆત ઉમીયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, બી.એચ. ઘોડાસરા મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ તથા ઉપસ્થિત ટ્રસ્ટીઓ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સીદસર ખાતે યોજાયેલી સાધારણસભામાં સીદસરના ટ્રસ્ટી સ્વ. ડાયાભાઇ રતનશીભાઇ ફળદુ, કારોબારી સભ્ય સ્વ. લક્ષ્મણભાઇ મોહનભાઇ પટેલ તથા સ્વ. ભીખાલાલ મનજીભાઇ ભેંસદડીયાનું અવસાન થતા ઉપસ્થિત સૌએ બે મીનીટનું મૌન રાખી તેમને શ્રધ્ધાંજલી આપી હતી.


ઉમિયા માતાજી મંદીર સીદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે સાધારણ સભાની કાર્યવાહી હાથ ધરી જણાવ્યુ હતુ કે ગત વર્ષે કોરોનાની વૈશ્ર્વીક મહામારીને કારણે દરેક માટે કપરા કાળ જેવુ બની રહયુ હતુ. આ પરિસ્થીતીમાં પણ મંદીરની સેવાકીય પ્રવૃતીઓ ચાલુ રહેલ હતી. સીદસર મંદીરના નવનીર્માણની કામગીરી પુર્ણતાના આરે છે ત્યારે આ તકે ચીમનભાઇ શાપરીયા, રમેશભાઇ સાપરીયા, કૌશીકભાઇ રાબડીયા, ભરતભાઇ માકડીયા, વીજયભાઇ ડઢાણીયા તથા સીદસર અને રાજકોટના કાર્યકર મીત્રોની કામગીરીને બીરદાવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે ફોરચ્યુન ફાઇવ થાઉઝન્ડ સ્કીમની વીસ્તૃત ચર્ચા કરી દરેક કારોબારી સભ્યોની તેમાં સક્રિયા ભુમીકા અંગે અપીલ કરી હતી.

ઉમીયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસર દ્વારા નીર્માણાધીન ઇશ્ર્વરીયા પ્રોજેકટ, સોમનાથ પ્રોજેકટ રાજકોટ ખાતે ઉમાભવન પ્રોજેકટની વીગતે ચર્ચા કરી હતી રાજકોટની ભાગોળે ઇશ્ર્વરીયા ખાતેનો શેક્ષણીક પ્રોજેકટ ટુંક સમયમાં જ શરુ થશે તે માટેની તૈયારીઓ મંદીર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ. મંદીરના ઉપપ્રમુખ ચીમનભાઇ શાપરીયા એ સીદસર મંદીર નવનીર્માણની કામગીરીની માહીતી આપી હતી. ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરાએ ઉચ્ચ અભ્યાસ માટે કરવામાં આવતી શિક્ષણ સહાય લોનની વિસ્તૃત માહીતી આપી હતી. સંગઠન સમીતીના પ્રમુખ કૌશીકભાઇ રાબડીયાએ સ્વાગત પ્રવચન કરતા સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી સંગઠન સમીતીની ડીરેકટરી બનાવવાનો વીચાર રજુ કર્યો હતો.


સિદસર મંદિર ટ્રસ્ટના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓની હાજરીને બીરદાવી હતી. સૌને સાથે રાખી સમાજ વિકાસના કાર્યો થકી છેવાડાના માનવી સુધી પહોચવાની નેમ વ્યકત કરી હતી. મંદીર પરીસરમાં નવા ડોમના દાતા તરીકે ડો. ડાયાભાઇ ઉકાણી પરીવાર તરફથી રૂ.પ1 લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે મૌલેશભાઇ ઉકાણીનું પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ઉપપ્રમુખ ચીમનભાઇ શાપરીયા, બી.એચ. ઘોડાસરા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના પ્રમુખ જેરામભાઇ વાસંજાળીયાએ જણાવ્યુ હતુ

કે ઉમીયા માતાજી મંદીર સીદસર દ્વારા સૌરાષ્ટ્રના તમામ શહેરો, તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંગઠન સમીતીને મજબુત બનાવી સંગઠનના માળખા દ્વારા મંદીર સંસ્થાન તમામ સામાજીક પ્રવૃતીઓને વેગ આપવા માટે આગામી બે માસમાં કાર્યક્રમો ઘડાશે તેમજ હાલની કોરોનાની પરીસ્થીતીમાં મંદીરના માધ્યમથી ગામો ગામ આરોગ્ય રથ ફરે તે માટેનું આયોજન કરાયુ છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રભરના પાટીદાર પરીવારોનો સામાજીક-આર્થીક સર્વે કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ મંદીરના નેજા હેઠળ ચાલતા વીવીધ પ્રોજેકટ પર સહયોગ આપવા પાટીદાર ભામાશાઓને દાનની અપીલ કરી હતી. આ બેઠકમાં સીદસર મંદીરના ટ્રસ્ટીઓ મગનભાઇ જાવીયા, ડી.એન. ગોલ, વીઠલભાઇ માકડીયા, નાથાભાઇ કાલરીયા, રમણીકભાઇ ભાલોડીયા, રમેશભાઇ રાણીપા, દીલીપભાઇ ધરસંડીયા, ભુપત ભાયાણી, ગટોરભાઇ હરીપરા, રસીકભાઇ ફળદુ, વલ્લભભાઇ વડાલીયા, અજેશભાઇ ભુવા, પ્રભુદાસભાઇ ભેસદડીયા સહીત સૌરાષ્ટ્રભરમાંથી વીવીધ શહેરોના કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.


Related News

Loading...
Advertisement