મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાઇ

22 January 2021 03:51 PM
Rajkot
  • મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાઇ

કોંગ્રેસ પક્ષનું માઇક્રો લેવલનું આયોજન : તમામ વોર્ડમાં કમિટીની રચના : તડામાર તૈયારીઓ

રાજકોટ તા.22
આગામી રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી માસાંતે આ યોજનાના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વોર્ડમાં વોર્ડ કમિટીની રચના થઇ છે.આ તકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેર માં કોંગ્રેસ પક્ષનો બુથ લેવલ આયોજન થયેલ છે. અમીબેન યાજ્ઞીકે જણાવ્યું હતું કે રાજકોટ માં માઈક્રોલેવલનું બુથ મેનેજમેન્ટ કરવામાં આવેલ છે અને કોંગ્રેસ નો કાર્યકર જન જન સુધી પહોંચી કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરી રહ્યો છે.


કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવેલું કે કોંગ્રેસ પક્ષ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સમજી લોકોને ન્યાય અપાવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ એ ભાજપને મહાનગરપાલિકા ના ચુંટણી માં મુળિયા ઉખાડી ફેકી દેશે. કોંગ્રેસ ની સરકારે પછાતવર્ગઓ માટે કામ કરતી સરકાર છે અને સમગ્ર ગુજરાતની જનતા કોંગ્રેસ ની કાર્યશૈલી થી સુખ્યાત છે. અશોક ડાંગરે જણાવ્યું છે કે આ દેશને અંગ્રજોની ગુલામી માંથી મુક્ત કરવા માટે ભારત ના નાગરિકો એ એક લડાઈઓ કરેલ હતી તેના કરતા પણ વધુ મજબુત લડાઈ કરી હિટલરના વારસદારો પાસેથી દેશ મુક્ત કરાવવાનો રહેશે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન વોર્ડ નં.1,2,3,4,7, 12,13,14,15 અને 18માં તા.20/01/2021ના રોજ જનસંપર્ક અભિયાન યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેક્ટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, પૂર્વ વિરોધપક્ષ નેતા નરેશભાઈ રાવલ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત કોંગ્રેસના સ્ટેટેજી કમિટી સભ્ય ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement