ટીમ ઈન્ડીયાના જુસ્સામાંથી પ્રેરણા લેવા મોદીનું દીક્ષાંત સમારોહમાં છાત્રોને આહવાન

22 January 2021 03:50 PM
India
  • ટીમ ઈન્ડીયાના જુસ્સામાંથી પ્રેરણા લેવા મોદીનું દીક્ષાંત સમારોહમાં છાત્રોને આહવાન

ઘાયલ થવા છતાં ખેલાડીઓ સંઘર્ષ કરતાં રહ્યા: મોદી : આસામની તેજપુર યુનિવર્સીટીના દિક્ષાંત સમારોહમાં પીએમનું વર્ચ્યુઅલ સંબોધન

તેજપુર (આસામ) તા.22
તાજેતરમાં ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલીયામાં મેળવેલી ઝળહળતી સફળતાને લઈને વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમમાંથી જુસ્સો લેવાની પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો. આસામની તેજપુર યુનિ.નાં દીક્ષાંત સમારોહમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધનમાં મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટે્રલીયા રમવા ગયેલા આપણા અમુક ખેલાડીઓનો અનુભવ ભલે ઓછો હતો પરંતુ તેમનું મનોબળ દ્રઢ હતું. મોકો મળતાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો. મોદીએ જણાવ્યું હતુંકે પોતાની ક્ષમતા પર વિશ્ર્વાસ હોવો જોઈએ જો તમે એવુ કરશો તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જશે. વડાપ્રધાને તેજપુર યુનિ.નાં 18 માં દિક્ષાંત સમારોહમાં 1200 જેટલા છાત્રોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ઘાયલ થવા છતાં ખેલાડીઓએ લડાઈ ચાલુ રાખી હતી. આ તકે મોદીએ આસામનાં કલાકાર સાહીત્યકાર ભૂપેન હજારીકા અને જયોતિ પ્રસાદ અગ્રવાલ અને વિષ્ણુપ્રસાદને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓ તેજપુરની ઓળખ રહ્યા હતા.


Related News

Loading...
Advertisement