સોશ્યલ મીડિયા પર ટીપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવાના ફરમાન સામે બિહારમાં ભડકો

22 January 2021 03:46 PM
India
  • સોશ્યલ મીડિયા પર ટીપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવાના ફરમાન સામે બિહારમાં ભડકો

તેજસ્વીએ નીતિશકુમારને બેફામ ભાંડીને કહ્યું, મને એક વખત પકડી જુઆ

નવીદિલ્હી, તા.22
સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને લઈને ‘સરકારી ફરમાન’ પર સત્તા અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. સોશ્યલ મીડિયા પર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરવા અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં આરજેડી નેતા તેજસ્વી યાદવએ મુખ્યમંત્રી નીતિશકુમારને પડકાર ફેંક્યો છે કે એક વખત તેમની ધરપકડ કરીને બતાવે. તેજસ્વી યાદવે પોતાના ટવીટમાં લખ્યું કે 60 કૌભાંડના સર્જનહાર નીતિશકુમાર ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ, કુખ્યાત અપરાધીઓને છાવરનારા, અનૈતિક અને ગેરકાયદે સરકારના નબળા વડા છે. બિહાર પોલીસ દારૂ વેચે છે, અપરાધીઓને બચાવે છે અને નિર્દોષને ફસાવી રહી છે. હું મુખ્યમંત્રીને પડકાર ફેંકું છું કે હવે કરો આદેશ મને પકડવાનો. બિહારની આર્થિક અપરાધ શાખાના એડિશનલ ડાયરેક્ટર નૈયર હસનૈન ખાને સરકારના તમામ મુખ્ય સચિવોને પત્ર લખીને સરકારી પદાધિકારીઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારના કોઈ પણ વિભાગના વડા વિરુદ્ધ સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાંધાજનક, માનહાની પહોંચાડતું અથવા ભ્રામક ટીપ્પણી કોઈ કરે તો તેના વિરુદ્ધ ગુનો નોંધી જેલ પાછળ ધકેલી દેવા આદેશ આપ્યો છે.


Related News

Loading...
Advertisement