ખંભાળીયામાં જન્મજાત ખોડખાપણવાળા નવજાત શિશુની પડકારરૂપ સારવારને સફળતા

22 January 2021 03:28 PM
Jamnagar
  • ખંભાળીયામાં જન્મજાત ખોડખાપણવાળા નવજાત શિશુની પડકારરૂપ સારવારને સફળતા

તબીબે ઓપરેશન વગર બાળકની ખોડખાપણ દૂર કરી

જામખંભાળીયા તા.22
ખંભાળિયાના ઓર્થોપેડીક સર્જન ડો. રાણીંગા દ્વારા વાંકા પગ સાથે જન્મેલા સલાયાના એક માસુમ બાળકની પડકારરૂપ સારવાર કરી અને આ બાળકને સ્વસ્થ કરવામાં આવ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક પરિવારને ત્યાં આજથી આશરે દોઢ માસ પહેલા બાળકનો જન્મ થયો હતો. આ બાળકના જન્મજાત વાંકા પગ અંગે ગાયનેક તબીબ દ્વારા આ બાળકના માતા-પિતાને ઓર્થોપેડિક સર્જનનો સંપર્ક સાધવા જણાવતા બાળકના પિતા દ્વારા ખંભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલા રાણીંગા હોસ્પીટલવારા જાણીતા તબીબ ડોકટર નિસર્ગ રાણીંગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસના માસૂમ બાળકની વિવિધ તપાસ બાદ ડો. રાણીંગા દ્વારા આ બાળકને આધુનિક સારવાર આપવામાં આવી હતી. વગર ઓપરેશને ચોક્કસ પ્રકારની સારવાર આપી માત્ર દોઢ માસના સમયગાળામાં આ માસુમ બાળકના વાંકા પગ સીધા કરવામાં તેમને સફળતા મળી હતી. આમ, મોટા શહેરોમાં આધુનિક ઓર્થોપેડિક હોસ્પિટલમાં મોટી રકમ આપીને થતી આ સારવાર ખંભાળિયામાં સફળતાપૂર્વક કરાતા બાળકના પરિવારજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી, ડોકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement