જામનગર એસ.બી.વી.પી. પરિવાર દ્વારા જામજોધપુરમાં બ્રહ્મ બંધુઓને ધાબળા વિતરણ

22 January 2021 03:23 PM
Jamnagar
  • જામનગર એસ.બી.વી.પી. પરિવાર દ્વારા જામજોધપુરમાં બ્રહ્મ બંધુઓને ધાબળા વિતરણ

જામનગર તા.22:
જામનગર એસ.બી.વિ.પી.જિલ્લાની પરિવાર દ્વારા જામજોધપુર મુકામે જરૂરીયાતમંદ બ્રહ્મબંધુઓને ધાબળાનું વિતરણ કરી પ્રશંસનીય કાર્યનું મંગલાચરણ કરેલ હતું. આ કાર્યક્રમમાં 30 જરૂરીયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવેલ તેમજ બ્રહ્મબંધુઓના સંગઠ્ઠન માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌના સાથથી સમાજનો વિકાસ કરવા સૌએ કટીબદ્ધતા વ્યકત કરાઇ હતી.આ કાર્યમાં જામનગર જિલ્લાના પ્રમુખ જયદેવભાઇ ભટ્ટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ અને કચ્છ સૌરાષ્ટ્રના પ્રભારી નિલેષભાઇ આચાર્ય, શહેર યુવા પ્રમુખ શાસ્ત્રીજી વિરલભાઇ નાકર, કારોબારી મંત્રી જયેશભાઇ એસ ગોપીયાણી, શહેર યુવા પાંખના સક્રિય સભ્ય વિમલભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ હતાં.


જામજોધપુર બ્રહસમાજના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઇ જાની. તેમજ જામજોધપુર એસ.બી.વી.પી.ના મહિલા પાંખ પ્રમુખ પ્રતિમાબેન જાનીએ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર ગામ ખાતે મકરસંક્રાતીના દિવસે જામનગર જિલ્લા એસ.બી.વી.પી. પરિવાર દ્વારા જામજોધપુરના ભુદેવને ધાબળા અર્પણ કરેલ હતા. પ્રતિમા બહેન અને જાની પરિવારનો સહકાર મળેલ તેમજ ભુદેવોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઇ સહકાર આપેલ હતો.


Loading...
Advertisement