મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે એક પત્રકાર પરિષદમાં રાજયભરમાં પોલીસની આર.આર. સેલ તરીકે ઓળખાતી બ્રાન્ચ બંધ કરવાની જાહેરાત કરી છે, શ્રી મુખ્યમંત્રીએ જણાવ્યું કે હાલમાં જ અમદાવાદ રેન્જના કાંડ બાદ આ પગલુ લેવાયુ છે. 1995 થી ચાલતી આર.આર. સેલનો જમાદાર રૂા.25 લાખની લાંચમાં ઝડપાયા બાદ સરકારે નિર્ણય લીધો છે અને આ સેલના જવાનોને અન્ય શાખાઓમાં ફાળવી દેવાશે. મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા ટ્રાફિક પોલીસને બોડીકેમ અપાશે. રાજયમાં ભ્રષ્ટાચાર પર અંતિમ ઘા કરવા એન્ટીકરપ્શન બ્યુરોનું બજેટ વધારાશે અને લેન્ડ ગ્રેબીંગના કેસોમાં પણ સરકાર ઝડપથી કાર્યવાહી કરવા જઈ રહી છે.