દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મધ્યાન ભોજન યોજના કર્મચારી સંઘની એક બેઠક તાજેતરમાં રાજ્ય સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાના માર્ગદર્શન મુજબ યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મધ્યાન ભોજન કર્મચારી સંઘમાં નવી નિમણુંક કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચંદુભા જેઠવાની વરણી કરાઈ હતી. આ સાથે મહામંત્રી તરીકે ભરતભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ મહેતાની પણ નિમણુંક કરવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં ખંભાળિયા તાલુકા પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા તથા અન્ય સભ્યો પણ ઊપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોની આ વરણીને ઉપસ્થિત સૌ કોઈએ આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.