ખંભાળિયા: રામ જન્મભૂમિ અંગે પ્રબુધ્ધોની બેઠક યોજાઈ

22 January 2021 03:19 PM
Jamnagar
  • ખંભાળિયા: રામ જન્મભૂમિ અંગે પ્રબુધ્ધોની બેઠક યોજાઈ

ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી વિધાશંકર મહાદેવ મંદિર ખાતે ગઈકાલે ગુરૂવારે રાત્રે શ્રીરામ જન્મભુમિ તિર્થક્ષેત્ર મંદિર નિર્માણ કાર્ય માટે સમર્પણ નિધિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારી મુકેશભાઈ જાની, પરેશભાઈ મહેતા, પ્રવિણસિંહ કંચવાએ શ્રીરામ જન્મભૂમિના સંઘર્ષનો ઈતિહાસ તથા આ સંઘર્ષમાં સંતો-મહંતો અને રામ સેવકોએ પોતાની જીવ પણ સમર્પિત કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આ સહિત મંદિર નિર્માણ કાર્ય માટે નીધિ સમર્પણ વિગેરે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્ય માટે વોર્ડ નંબર- સાતની સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર ઉપપ્રમુખ જયસુખ મોદી , યોજનાના જીલ્લા કોષાધ્યક્ષ કૈલાશભાઈ કણઝારીયા, અવિનાશભાઈ પંડિત, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણી, અશોકભાઈ કાનાણી, પરેશભાઈ મહેતા, કારૂભાઈ માવદિયા, તેમજ અગ્રણી વેપારીઓ અને ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેઓએ તન, મન અને ધનથી આ કાર્યમાં સાથ- સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ પૂર્ણાહૂતિ જયેશભાઈ ગોકાણી દ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement