જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ

22 January 2021 03:15 PM
Jamnagar
  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ

જામનગર તા.22
જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા શહેરની ભાગોળે આવેલ પંચાયતનગરમાં નગર નિર્માણ સોસાયટી અને શાંડીલ્ય વિદ્યાલયના વર્ગ-4 (ચોથા વર્ગના) મધ્યમ વર્ગના લોકોને ઉચ્ચ ગુણવતા સભર ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું.આ પ્રસંગે જાયન્ટ્સ ફેડ. વી.પી.જયદેવભાઇ ભટ્ટ, પ્રમુખ શાસ્ત્રી વિશાલ નાકર, ઉપપ્રમુખ વિરલભાઇ લાહોટી, ડીએ. જયેશભાઇ એમ. ગોપિયાણી, ડીએફ. જવાહરભાઇ મહેતા, પૂર્વ ડીએ. રેહાનાબેન ઝવેરી, જોઇન્ટ ડીએ. નિતીનભાઇ ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ પંચાયતનગર નિર્માણ સોસાયટીના સેક્રેટરી નારણભાઇ સોરઠિયા, શાંડિલ્ય વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફ ગણ પણ ઉપસ્થિત રહેલ હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની વ્યવસ્થા પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારની સુચનાથી સુપેરે વ્યવસ્થા ગોઠવાઇ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા-દરેડના સર્વે સભ્યોના આર્થિક સહયોગથી કાર્યક્રમ ગોઠવેલ હતો.


Loading...
Advertisement