જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા મકરસંક્રાંતિની સેવાકાર્યો દ્વારા ઉજવણી

22 January 2021 03:14 PM
Jamnagar
  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા મકરસંક્રાંતિની સેવાકાર્યો દ્વારા ઉજવણી

જામનગર તા.22
જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા મકરસંક્રાંતિના દિવસે સવારથી બપોર સુધી પંચાયતનગરમાં વસતા ભુલકાઓ તેમજ લાલપુર રોડ પર નીલગીરી સ્લમ વિસ્તારમાં તેમજ દરેડ જનસેવા કાર્યાલય બાજુમાં સ્લમ વિસ્તારના બાળકોને તલ, ચીકી, બોર, ખજૂર, મમરાના લાડું તેમજ પતંગ વિતરણ કરી નાના બાળકો સાથે સંક્રાંતિ ઉજવી હતી. કુલ 250 થી વધારે બાળકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે જાયન્ટ્સના ફેડ. વી.પી.જયદેવભાઇ ભટ્ટ, જનસેવા પ્રમુખ શાસ્ત્રી વિશાલ નાકર, ડીએ. જયેશ એસ. ગોપિયાણી, વીપી. વિરલભાઇ લાહોટી, ડીએ. જવાહરભાઇ મહેતા, જોઇન્ટ ડીએ. નિતીનભાઇ ગજ્જર તેમજ પૂર્વ ડીએ. રેહાનાબેન ઝવેરી તથા શુભેચ્છક વિમલભાઇ ઉપાધ્યાય તથા પંચાયત નગર નિર્માણ સોસાયટીના મંત્રી નારણભાઇ સોરઠિયા, શાંડીલ્ય વિદ્યાલયનો સ્ટાફ વિગેરે ખાસ ઉપસ્થિત રહી સહકાર આપેલ હતો.જનસેવા દરેડના શુભેચ્છકો પ્રો. કે.સી.શારડા, જયેશભાઇ ગોપિયાણી, નરેન્દ્રસિંહ જાડેજા, સ્વ. નયના જે. ભટ્ટ પરિવાર તેમજ શોભનાબેન લલીતભાઇ દોશીના આર્થિક સહયોગથી મેગા વિતરણ કાર્ય કરેલ હતું.


Loading...
Advertisement