જામનગર તા.22: દેવભૂમિ દ્વારકાનાં નંદાણા ગામને નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુષ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યુ છે જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક.વી.શુક્લના માર્ગદર્શન હેઠળ લીમડો, કરંજ, ગરમાળો, નિલગીરી, ગુગળ, અરડૂસી, તુલસી, વગેરે જેવા 30 આયુર્વેદિક ઔષધો ઉદ્યાનમાં વાવવામાં આવ્યા હતાં. આ ઔષધિની પસંદગી એવી રીતે કરવામાં આવી છે. જેનો ઘરગથ્થુ ઉપચાર તથા ઉપયોગ કરી શકાય.