જામનગર માર્કેટીગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રીગણેશ

22 January 2021 03:11 PM
Jamnagar
  • જામનગર માર્કેટીગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રીગણેશ

જામનગર તા. 22
જામનગર ખેત ઉત્પાદન બજાર સમિતિ હાપા યાર્ડ ખાતે આજથી નવા ધાણા ની આવકના શ્રીગણેશ થયા હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું ધાણાનો ભાવ રૂ. 1251 એ પહોચતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. માર્કેટીગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ભાવ અજમા સહિતની જણસીના ખુબ સારા ભાવ મળી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ધાણા ની બજાર ખુલતાની સાથે તેજી બજારમાં આવી હતી. યાર્ડમાં ધાણા ની આવકના શ્રીગણેશ થયા હતા. ત્યારે યાર્ડ દ્રારા નવી ધાણાની આવકને કંકુ ચોખા અને ફૂલોથી આવકારેલ હતી. ત્યારે ખેડૂતો નવા ધાણાના વેચાણ અર્થે આવ્યા હતા.યાર્ડમાં ધાણાની આવક 136 ગુણીની આવક નોધાઇ છે. ત્યારે પ્રથમ દિવસે જ ધાણાની બજારમાં 20 કિલો નો ભાવ રૂ. 850 થી રૂ .1251 પહોચી હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું,જ્યારે હરરાજીમાં નવા ધાણા ના ભાવ રૂ. 1251 થતા ખુશીનું મોજું ફરી વળ્યું હતું,


Loading...
Advertisement