જામનગરમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 7 કેસ નોંધાયા: 17 ડિસ્ચાર્જ

22 January 2021 03:10 PM
Jamnagar
  • જામનગરમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 7 કેસ નોંધાયા: 17 ડિસ્ચાર્જ

જામનગર તા.22: જામનગરમાં ગઇકાલે કોરોનાના 1414 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 7 વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવી હતી.જામનગર શહેરમાં ગઇકાલે 832 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 4 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 10 દર્દી સ્વસ્થ થયા હતાં. આ સાથે કોરોનાના ટેસ્ટનો કુલ આંક 2,04,936 એ પહોંચ્યો છે. જ્યારે કોરોનાના પોઝીટીવ કેસનો આંક 7881 થયો છે.જામનગર ગ્રામ્યમાં 582 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી ત્રણ વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયું છે. આ સામે 7 દર્દી સ્વસ્થ થયા હતાં. આ સાથે જામનગર ગ્રામ્યમાં ગઇકાલ સુધીમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા 1,64,927 એ પહોંચી છે અને પોઝીટીવ કેસનો આંક 2,320 થયો છે. જ્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 3,69,863 ટેસ્ટ થયા હતાં. જ્યારે કુલ નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસનો આંક 10,201 એ પહોંચ્યો હતો.


Loading...
Advertisement