જામનગર જિલ્લામાં કુલ 423 કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું

22 January 2021 03:10 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં કુલ 423 કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું

જામનગર તા.22: જામનગર શહેર અને જિલ્લામાં પ્રથમ કોરોના વોરિયર્સને કોરોના વિરોધી રસીકરણની ઝુંબેશમાં કુલ 423 કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં કોરોનાની મહામારી સમયે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જીવના જોખમે દર્દીઓની સારવાર કરેલ હતી. જે બાબતે ધ્યાને લઇ પ્રથમ કોરોના વોરિયર્સ તરીકે કોરોના વિરોધી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં ગઇકાલે શહેરી વિસ્તારમાં રસીકરણના કેન્દ્ર ઉપર 252 આરોગ્યના કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 171 પ્રથમ કોરોના વોરિયર્સ એવા આરોગ્યના કર્મચારીઓને રસીકરણ કરેલ હતું. જેથી જામનગર જિલ્લામાં કુલ 423 આરોગ્યના કર્મચારીઓને રસીકરણ કરાયું.


Loading...
Advertisement