શેરબજારમાં સેન્સેકસ 50,000ની ઉંચાઇએ જતા ઉજવણી

22 January 2021 03:08 PM
Jamnagar
  • શેરબજારમાં સેન્સેકસ 50,000ની ઉંચાઇએ જતા ઉજવણી
  • શેરબજારમાં સેન્સેકસ 50,000ની ઉંચાઇએ જતા ઉજવણી

જામનગર તા.22:
અમેરીકામાં જો બાયડેનની શપથવિધિ, આગામી બજેટમાં સારા સમાચારની સંભાવનાઓ અને વિદેશી રોકાણકારો દ્વારા નવી લેવાલીને લઇ ગઇકાલે સેન્સેકસે તેના ઇતિહાસમાં પ્રથમ વખત 50,000ની સપાટી કુદાવી હતી અને ઇન્ડ્રા ડે વધીને 50184.01 એ પહોંચી વિક્રમી ઓલ ટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી ઇતિહાસ રચયો હતો.
જામનગરમાં પણ રોકાણકારો અને બ્રોકરો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના જોગર્સ પાર્ક નજીક આવેલા પલેટીનમ કોમ્પ્લેક્ષમાં પ્રુડન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ભાવેશભાઇ શેઠ, લલીતભાઇ જોષી, ડો.નયનાબેન પટેલ અને હિરેનભાઇ વિગેરે દ્વારા સેન્સેકસ ઓલ ટાઇમ હાઇ થતા બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ અને સેન્સેકસ 50,000ના દ્રશ્ય સાથેની કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી અને બજારને આવકારવામાં આવી હતી.


Loading...
Advertisement