જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા પ્રવાસનું આયોજન

22 January 2021 03:08 PM
Jamnagar
  • જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા પ્રવાસનું આયોજન

જામનગર તા.22: જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા તેમના સભ્યો માટે સતત 16માં વર્ષે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદિત સંખ્યામાં પ્રવાસનું આયોજન કરવાનું હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવાનું રહેશે. આ પ્રવાસ તા.26 જાન્યુ.ના સાંજે જામનગરથી શરૂ થશે. સાપુતારાથી તા.27ની સાંજે પરત આવવા બસ રવાના થશે. આ પ્રવાસની વધુ વિગત માટે તથા નામ નોંધાવવા માટે પ્રમુખ લાલુભા જાડેજા (98242 48373), મંત્રી સુરેશ રૂપારેલ (મો.નં.97236 90185), ઉપપ્રમુખ દિનેશ ચોખલીયા (મો.નં.94287 27648), કે.પી.જાડેજા (પૂર્વ પ્રમુખ મો.નં.93281 04182) અથવા દિલાવર બ્લોચ (મો.નં.63554 25215)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement