જામનગર કોર્ટ કમ્પાઉન્ડ અને પરિસર પાછળ પાર્કિંગની સુવિધા વિકસાવો

22 January 2021 03:05 PM
Jamnagar
  • જામનગર કોર્ટ કમ્પાઉન્ડ અને પરિસર પાછળ પાર્કિંગની સુવિધા વિકસાવો

જામનગર વકીલ મંડળે જિલ્લા-સત્રાંત ન્યાયધીશ સમક્ષ લેખિત રજૂઆત કરી

જામનગર તા.22
જામનગર કોર્ટ પરિસરમાં પાર્કિંગની યોગ્ય સુવિધા ઉભી કરાવવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જામનગર વકીલ મંડળે રજૂઆત કરી છે.જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવા અને મંત્રી મનોજભાઇ ઝવેરીએ એક લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લા ન્યાયાલય સંકુલને લગત પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યા, જિલ્લા તીજોરી કચેરી સામેની ખુલ્લી જગ્યાને કોર્ટ પાર્કીંગ તરીકે તા.5/9/2020 ના અરસામાં જાહેર કરવામાં આવેલ છે.


ન્યાયાલય સંકુલને લગત આવેલ ખુલ્લી જગ્યામાં વરસાદને કારણે વનસ્પિતઓ અને જંગલી ઘાસ ઉગેલું છે. તથા તે પાર્કીંગ તરીકે જાહેર કરવામાં આવેલ જગ્યા ધુળ-માટીના ઢેફા અને ઉબડખાબડ હોય, પક્ષકારો, વકીલો, સ્ટાફ તે જગ્યામાં દાખલ થઈ ટુવ્હીલર, ફોર વ્હીલર વાહન પાર્કીંગ કરી શકતા નથી અને વાહન પાર્કીંગ થઈ શકે તેવી હાલે સ્થાનીકે સ્થિતી નથી.


કોર્ટનો મેઈન ગેઈટ બંધ હોય, જેને લઈ ને કોર્ટના નાના ગેઈટ પાસે પક્ષકારો, સ્ટાફ, વકીલોના ટુ વાહનોનો ખડકલો થઈ રહયો છે અને રોડ પર તમામ પાકીંગ કરી રહેલ છે અને કોર્ટ અવર્સ પણ મર્યાદીત હોય, વકીલો, કોર્ટમાં આવતા પક્ષકારો, અને સ્ટાફ, વિગેરે પાસે વૈકલ્પિક પાર્કીંગ ન હોવાને કારણે કોર્ટની પાસેના રોડ પર પાર્કીંગ કરવામાં આવે છે. જેને લઈને ટ્રાફીક પોલીસ દ્વારા વારંવાર ખોટી રીતે વાહનો ને ટોઈગ કરી લઈ જાય છે અને પક્ષકારો, વકીલો અને સ્ટાફને પારાવાર પરેશાની અને હેરાનગતિનો ભોગ બનવું પડે છે


જેથી હાલના સંજોગોમાં કોર્ટ કમ્પાઉન્ડમાં મેઈન ગેઈટ તરફ આવેલ ખુલ્લી જગ્યામાં લોકડાઉન પહેલા વાહનો પાર્ક કરવામાં આવતા તે રીતે હાલે વકીલો,સ્ટાફને વાહનો પાર્ક કરવા દેવા અંગે યોગ્ય હુકમ કરવા માંગણી કરાઇ છે. જિલ્લા ન્યાયાલય સંકુલને લગત પાછળની તરફે આવેલ તીજોરી કચેરી તરફે આવેલ પાર્કીંગ તરીકે જાહેર કરવામાં આવેલ જગ્યા જેમાં માટીના ઢેભા અને ઉબડખાબડ છે

તે સમથળ કરાવવા અને ત્યાં પાર્કીંગ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે પથ્થરના બ્લોક ફીટ કરાવવા, તથા ફાયબર અગર આર્યન રૂફ શેડ ફીટ કરાવવા તથા વાહનો યોગ્ય રીતે પાર્કીંગ થઈ શકે તે માટે માર્કીગ સાઈન બોર્ડ ફીટ કરાવવા જરૂરી છે. જેથી યોગ્ય રીતે વાહનો પાર્ક થઈ શકે.હાલના સંજોગોમાં અન્ય વ્યવસ્થા ન થાધ ત્યાં સુધી સ્ટાફ, વકીલો તથા કોર્ટમાં આવતા જતા પક્ષકારોના વાહનો ટરાફીક પોલીસ ટોંઈગ કરી લઈ ન જાય તે અંગે જે તે લગત વિભાગ ને વાહનો ન ઉપાડે તે અગે યોગ્ય સૂચના ફરમાવવા પણ માંગણી કરાઇ છે.


Loading...
Advertisement