જામનગર તા.22:
જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે બુધવારે રાત્રે બંધ રહેલા એક મકાનના તાળા તોડી અંદરથી રૂા.5 હજારની રોકડ રકમની ચોરી થઇ હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામજોધપુર તાલુકા મથકથી 35 કિ.મી. દૂર આવેલા તરસાઇ ગામે રહેતા અને વેપાર કરતા કૌશીકભાઇ વિનોદરાય જોષીના ગત તા.20મી ના રોજ સાંજના 6 વાગ્યાથી 21મી તારીખના 7 વાગ્યા સુધીના ગાળા દરમ્યાન બંધ રહેલા મકાનનું કોઇ તસ્કરોએ તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનની બેઠકમાં રહેલ કબાટનો લોકર તોડી તેણી અંદર રાખવામાં આવેલ રૂા.5 હજારની રોકડ રકમ કાઢી લઇ પરત નાશી ગયો હતો. આ બનાવ અંગે જાણ થયા બાદ કૌસીકભાઇએ જામજોધપુર પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ 457, 380 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.