એરફોર્સમાં નોકરી કરતા શખ્સ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

22 January 2021 03:02 PM
Jamnagar Crime
  • એરફોર્સમાં નોકરી કરતા શખ્સ સામે પત્નીએ નોંધાવી ફરિયાદ

પતિએ ત્રાસ આપ્યો તો સાસુ-સસરા સહિતનાઓએ વધુ દહેજની માંગણી કરી

જામનગર તા.22:
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના સમાણા એરફોર્સમાં નોકરી કરતા શખ્સે તેની પત્નીને ત્રાસ આપી પહેરેલ કપડે ઘર બહાર હાંકી કાઢી હોવાની ફરિયાદ મહિલા પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતેના સમાણા એરર્ફોસમાં નોકરી કરતા પતિ વિશાલ નરેન્દ્ર મજીઠીયા, સસરા નરેન્દ્ર બારૂસિંહ મજીઠીયા અને સાસુ વૈદનાબેન મજીઠીયા સામે સ્વાતીબેન સૈનીએ શેઠવડાળા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં પતિએ લગ્નના પ્રથમ દિવસથી જ રોકડ રકમ તથા ચીજવસ્તુઓની માંગણી કરી તેમજ સાસુ-સસરાએ પણ દહેજ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરીક-માનસિક દુ:ખ ત્રાસ આપી પહેરેલ કપડે ઘર બહાર કાઢી મુકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે શેઠવડાળા પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement