રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રૂા.1,51,000નું અનુદાન અર્પણ

22 January 2021 02:58 PM
Jamnagar
  • રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રૂા.1,51,000નું અનુદાન અર્પણ

અયોધ્યા ખાતેના ભગવાન શ્રી રામના મંદિર નિર્માણનિધીમાં

જામનગર તા.21
અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રીરામના ભવ્યાથિ ભવ્યતા મંદિરનું નિર્માણ થવા જઈ રહયું છે ત્યારે આ મંદિરના નિર્માણ કાર્યમાં વધુમાં વધુ લોકો પોતાના તરફથી અથાયોગ્ય અનુદાન આપી રહયાં છે જામનગરના ધા2ાસભ્ય અને ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ અર્થે પોતાના તરફથી રૂા.1,51,000/-નું અનુદાનનો ચેક જામનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગરના ઈન્ચાર્જ ભરતભાઈ ફલિયા, રાજકોટ વિભાગ કાર્યવાહ આર.એસ.એસ. ચંદ્રકાંતભાઈ ઘેટીયા, વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ ભરતભાઈ મોદી, પ્રો.જી.બી.સિંઘ, પાઠકભાઈને અર્પણ કરેલ હતો. આ પ્રસંગે જામનગર શહે2 ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, તેમજ પુર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા સાથે રહયાં હતા. આ ચેક અર્પણ કરતાં 2ાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ જામનગરના શહેરના શહેરીજનોને પણ ભગવાન શ્રી રામના મંદિર કાર્યમાં પોતાના તરફથી યથાશક્તિ અનુદાન આપવા પણ અપિલ કરેલ છે.


Loading...
Advertisement