જામનગરમાં વધુ એક મોટરસાયકલની ચોરી

22 January 2021 02:57 PM
Jamnagar Crime
  • જામનગરમાં વધુ એક મોટરસાયકલની ચોરી

લાખોટા તળાવના ગેઇટ નં.4ની સામે પાર્ક કરેલ બાઇકની ચોરી

જામનગર તા.22: જામનગરમાં વધતા જતા વાહન ચોરીના બનાવમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં લાખોટા તળાવના ગેઇટ નં.4ની સામે પાર્ક કરેલ એક મોટરસાયકલની ઉઠાંતરી થવા પામી છે.
જામાનગરમાં કડિયાવાળ વિસ્તારમાં કામબાઇ શેરીમાં રહેતા હિરેન ભુપતભાઇ નાનાણીએ ગત તા.10ના રોજ સાંજના સાતેક વાગ્યે લાખોટા તળાવમાં ગેઇટ નં.4ની બહાર પોતાની જી.જેે.10 બી.એચ.7100 નંબરની મોટરસાયકલ પાર્ક કરી હતી. અડધો કલાક માટે પાર્ક કરાયેલ આ મોટરસાયકલને કોઇ શખ્સો ચોરી કરીને લઇ ગયા હતા. આ બનાવ અંગે હિરેનભાઇએ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement