કાલાવડના ગ્રામ્ય પંથકમાં 14 વર્ષની બાળા પર દુષ્કર્મ

22 January 2021 02:55 PM
Jamnagar Crime
  • કાલાવડના ગ્રામ્ય પંથકમાં 14 વર્ષની બાળા પર દુષ્કર્મ

શ્રમિક પરિવારની બાળકીને હોસ્પિટલ ખસેડાઇ: આરોપીની ધરપકડ કરી લેવામાં આવી

જામનગર તા.22:
કાલાવડ તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા આવેલ શ્રમિક પરિવારની 14 વર્ષીય બાળા પર અન્ય એક શ્રમિક શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાની ગ્રામ્ય પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ભોગગ્રસ્ત અને આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામે મધ્યપ્રદેશથી મજૂરી કામ કરવા આવેલ એક પરિવાર પર ત્યારે આફત આવી જયારે પરિવારની 14 વર્ષીય બાળકી બળાત્કારનો ભોગ બની.

બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા બાદ તેણીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પરિવારમાં ચિંતાનું મોજ પ્રસરી ગયું હતું. આ સગીર બાળકી સીમ વિસ્તારમાં એકલી હતી ત્યારે અન્ય શ્રમિક પરિવારના શખ્સે તેણી સાથે બળજબરી કરી બળાત્કાર ગુર્જાયો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવને લઇને પરિવારજનોએ કાલાવડ ગ્રામ્ય પોલીસનો સં5ર્ક કર્યો હતો. પોલીસે આરોપી રાજુ સુરેશભાઇ નામના આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી પકડી પાડયો છે ત્યારબાદ પોલીસે સગીર બાળકી અને આરોપી શખ્સનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. આ બનાવને લઇને શ્રમિક પરિવાર હતપ્રભ બની ગયો છે. જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.


Related News

Loading...
Advertisement