છોટીકાશી જામનગરમાં સંતો-મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાઈ

22 January 2021 02:54 PM
Jamnagar
  • છોટીકાશી જામનગરમાં સંતો-મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાઈ
  • છોટીકાશી જામનગરમાં સંતો-મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાઈ

ધાર્મિક સંપ્રદાય દ્વારા કુલ રૂપિયા 16,66,665 નું અનુદાન આપવામાં આવ્યું

જામનગર તા.22
અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિર માટે છોટીકાશી જામનગરમાં રામ જન્મભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિ જામનગરને જામનગરના વિવિધ સંપ્રદાય દ્વારા નિધિ અર્પણ કરવામાં આવી હતી. જામનગરના ખીજડામંદિર માં યોજાયેલા એક કાર્યક્રમમાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજ દ્વારા રૂ. 5,55,555 નું અનુદાન, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ દ્વારા રૂ.5,55,555 નું અનુદાન, મોટી હવેલીના મહંત વલ્લભરાયજી મહોદય દ્વારા રૂ.5,55,555 નું અનુદાન મળી ને કુલ રૂપિયા 16,66,665 નું યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સમિતિના ભરતભાઇ ફલિયા, ભરતભાઇ મોદી, મનોજ ભાઈ અડાલજા, જ્ઞાનેન્દ્રસિંહ અને વ્રજલાલભાઈ પાઠક વિગેરે ઉપસ્થિત રહી નિધિ સ્વીકારી હતી. સંતો- મહંતો દ્વારા જિલાના લોકોને મુક્તમને ખુલા હાથે નિધિમાં યોગદાન આપી આ મહા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.


Loading...
Advertisement