લાલુપ્રસાદ યાદવની તબીયત બગડી: શ્વાસ લેવામાં તકલીફ

22 January 2021 02:51 PM
India Top News
  • લાલુપ્રસાદ યાદવની તબીયત બગડી: શ્વાસ લેવામાં તકલીફ

હાઈકોર્ટમાં પેરોલ લેવા પર વિચાર વિમર્શ

રાંચી તા.22
રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની તબીયત હાલમાં બગડી ગઈ છે, તેમને  શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જાણકારી મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા સહિત રાજદ નેતાઓ, કાર્યકર્તાઓ હોસ્પીટલે પહોંચ્યા હતા, લાલુને ફેફસામાં સંક્રમણ અને ન્યુમોનીયાની પુષ્ટી થઈ છે.બીજી બાજુ લાલુપ્રસાદ યાદવની તબીયત બગડવાને પગલે હાઈકોર્ટમાં પેરોલ અરજી પર વિચાર વિમર્શ શરુ થયો છે.
રિમ્સના ડિરેકટરે જણાવ્યું હતું કે તેમની તબીયત સ્થિર છે.


Related News

Loading...
Advertisement