નવી દિલ્હી તા.22
હાલ કોરોના રસીકરણ કરાવવામાં કેટલાક લોકો હિચકિચાટ અનુભવી રહ્યા છે ત્યારે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ ડોઝ બાદ અસ્થાયી પ્રમાણપત્ર રસી લેનારને આપવામાં આવશે, જેમણે રસીકરણ કરાવ્યું છે તેવા દેશભરના આઠ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ સુધી આ પ્રમાણપત્ર પહોંચી ગયું છે તેમને કો-વિન વેબસાઈટ દ્વારા આ પ્રમાણપત્ર પહોંચાડવામાં મોકલાયા છે, જે પુરી રીતે કયુઆર કોડથી સજજ છે.આ પ્રમાણપત્રમાં વડાપ્રધાન મોદીની તસ્વીર અને કોરોના વાઈરસ માટે આપવામાં આવેલ તેમને મૂળમંત્ર ‘દવાઈ ભી ઔર કડાઈ ભી’ લખેલ છે, આ પ્રમાણપત્ર 28 દિવસ માટે અનિવાર્ય છે, ત્યારબાદ બીજો ડોઝ અપાયા બાદ તેની જગ્યાએ બીજુ પ્રમાણપત્ર જાહેર થશે, જેમાં લાભાર્થીનો ફોટો પણ હશે.