જામનગર તા.22
જામનગરમાં ચોવીસ કલાકમાં ચાર ડીગ્રી પારો ઉચાકાતા ઠંડીમાં આંશક રાહતનો અનુભવ શહેરીજનોએ કર્યો છે. શહેરમાં ભેજના પ્રમાણમાં 90 ટકાએ પહોચતા ખુબ ધુમ્મસવાળું વાતાવરણ સર્જાયું હતું તથા રોડ ભીના થઇ ગયા હતા. આગામી બે દિવસમાં ગાઢ ધુમ્મસની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જામનગર જીલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી આજે સવારે જામનગરમાં લધુતમ તાપમાન 14.5 ડીગ્રી રહ્યું હતું. મહતમ તાપમાન 28.5 ડીગ્રીએ પહોચ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા નોધાયું છે. તો પવનની ગતી પ્રતિકલાક 3.9 ની નોધાઇ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી અરબ સાગરમાંથી ભેજ ખેચાશે અને પવનની દિશા બદલાઈને પશ્વિમની થવાથી સોરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં અરબી સમુદ્ર પરથી પશ્વિમ પવનો થાકી ભેજનુ સ્થાળાતર થશે.ભેજનું ધનીકરણ જમીન તેની નજીક રહેલી હવામાં રહેલા રજકણો પર થવાથી ગાઢ ધુમ્મસ સર્જાશે. આગામી બે દિવસમાં ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણથી હાઈવે રોડ ઉપર વાહન ચાલકોએ એલર્ટ રહેવા સલાહ આપવામાં આવી છે.