મારી ઝુંપડી તો કયારેય પણ બની જશે પણ રામનું ભવ્ય મંદિર બનવું જોઈએ

22 January 2021 02:44 PM
India
  • મારી ઝુંપડી તો કયારેય પણ બની જશે પણ રામનું ભવ્ય મંદિર બનવું જોઈએ

રામમંદિર માટે તૂટેલી ફૂટેલી ઝુંપડીના દિવ્યાંગ મજૂરે દાનની સરવાણી વહાવી

રિયાસી તા.22
રામ સૌના છે, અમીરના અને ગરીબના પણ, હાલ રામમંદિર નિર્માણ વિશ્ર્વ હિન્દુ પરિષદની સમિતિઓ ધનસંગ્રહમાં લાગી છે ત્યારે સૌ કોઈ દાનનો ધોધ વહાવી રહ્યા છે.રિયાસી જિલ્લાના કાંજલી પંચાયતના છપાનું ગામમાં સમિતિના સભ્યોમાં સામેલ રામરાજ પોતાના સાથીઓની સાથે ધનસંગ્રહ કરવા નીકળ્યો તો એક ઝુંપડીમાંથી તેમને અવાજ સંભળાયો. આ તૂટેલી ફૂટેલી ઝુંપડીમાંથી કાંતાદેવી પોતાની બાળકી સાથે બહાર આવી અને 500 રૂપિયા સમીતીના સભ્યોના હાથમાં રાખી દીધા હતા. સમીતીના સભ્યો દંગ રહી ગયા હતા, તેમને વિશ્ર્વાસ નહોતો કે ઝુંપડીમાંથી આ રીતે કોઈ દાન આપશે. સમિતિના સભ્યોએ મહિલાને કહ્યું કે આપ ઓછા પૈસા પણ આપી શકો છો, જેના જવાબમાં કાંતાદેવીએ કહ્યું કે તેમના પતિ લેખરાજ હાલ મજુરી કરવા બહાર ગયા છે, તેમણે જ ધનસંગ્રહ માટે 500 રૂપિયા અલગ રાક્યા છે. પરિવારની હાલત જોઈ સમીતીના સભ્યોએ લેખરાજ સાથે ફોનમાં વાત કરી ત્યારે લેખરાજે સરસ જવાબ આપ્યો હતો કે- મારી ઝુંપડી તો ગમે ત્યારે બની જશે પણ તે પહેલા ભવ્ય રામમંદિર બનવું જોઈએ, આખરે ગરીબ અને દિવ્યાંગ લેખરાજના પરિવારના આગ્રહને માન આપી સમીતીના સભ્યોએ રકમ સ્વીકારી અને ભીની આંખે આગળ વધી ગયા હતા.


Related News

Loading...
Advertisement