જામનગર નજીકના આમરા ગામ પાસે દેશી દારૂ ભરેલી ઇકો પકડાઇ

22 January 2021 02:38 PM
Jamnagar
  • જામનગર નજીકના આમરા ગામ પાસે દેશી દારૂ ભરેલી  ઇકો પકડાઇ

આર.આર.સેલ પોલીસની કાર્યવાહી: 500 લીટર દેશી દારૂ કબ્જે કરાયો: પોલીસને જોઇ ચાર શખ્સો નાશી ગયા

જામનગર તા.22:
જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામ નજીક ગઇકાલે રેંજ પોલીસે દેશી દારૂ ભરેલી ઇકો કારને આંતરી લીધી હતી. જો કે દરોડા દરમ્યાન ઇકો ચાલક સહિતના ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. જામનગર નજીક આમરા ગામ પાસેથી દેશી દારૂ ભરેલો ઇકો વાહન પસાર થવાનું હોવાની રાજકોટ રેંજ પોલીસને ચોક્કસ હકિકત મળી હતી. આ હક્કિતના આધારે આર.આર.સેલના પીએસઆઇ એમ.પી.વાળાએ સ્ટાફના કમલેશ રબારી, સંદીપસિંહ ઝાલા અને મિતેશ પટેલ સહિતનાઓને આદેશ આપતા આ સ્ટાફે આમરા ગામ નજીક વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇકોને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઇ ઇકોને દૂર થંભાવી ચાર શખ્સો નાશી ગયા હતા. પોલીસે વાહનની તલાશી લેતા અંદરથી 10 હજારની કિંમતનો 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે પોલીસને જોઇ નાશી ગયેલા વિમલ બહાદુરસિંહ કેર, સુખદેવસિંહ ભનુભા ચુડાસમા, સોમા રબારી અને સંજય રબારી નામના ચાર શખ્સોની સામે પંચકોષી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement