મોરબી નજીકના રાજપર અને ખાનપર ગામ તરફ જવાના રસ્તાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને કોન્ટ્રાકટર દ્વારા આ રસ્તાનું કામ ગોકળ ગતિએ કરવામાં આવતું હોય કોન્ટ્રાક્ટર ઝડપથી કામ કરે તેના માટે અનેક વખત સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં હજુ કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાનું કામ ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યું છે જેથી અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે દરમ્યાન ગઇકાલે મોરબીથી ખાનપર તરફ જવાના રસ્તા ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે માટીના ઢગલા ઉપર એસટી બસ ચડી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો જોકે સદ્નસીબે ડ્રાઇવર કે કોઈપણ મુસાફરને ઇજા થયેલ નથી પરંતુ જો આ રસ્તા ઉપર બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત સર્જાય તો તેને માટેની જવાબદારી કોની તેઓ સવાલ હાલમાં ઉઠી રહ્યો છે.