મોરબીના લીલાપર ગામે પ્લોટ બાબતે બબાલ થતાં નોંધાઇ સામસામી ફરિયાદ

22 January 2021 02:36 PM
Morbi Crime
  • મોરબીના લીલાપર ગામે પ્લોટ બાબતે બબાલ થતાં નોંધાઇ સામસામી ફરિયાદ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલ પ્લોટની માથાકૂટમાં બે વ્યક્તિઓને સામસામી બોલાચાલી થયા બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.
હાલ મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૌતમભાઈ જેન્તીભાઈ મકવાણા (30) રહે. પ્રકાશનગર સોસાયટી લીલાપર વાળાએ લીલાપર રોડ ઉપર રહેતા ગોવિંદ બીજલ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, પોતે પસાર થઇ રહ્યા હતા ત્યારે સામાવાળા ગોવિંદ રબારીએ તેમને પોતાના લાકડાના ડેલા પાસે બોલાવીને "તું આ પ્લોટ વાળા મલિકને ફરિયાદ કરવામાં કેમ મદદ કરે છે..?" તેમ કહીને ગાળો આપીને જાતિપ્રત્યે અપમાનીત કર્યા હતા અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જેથી ગૌતમભાઈ મકવાણાની ફરિયાદ ઉપરથી હાલ ગોવિંદ બિજલ રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમો સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.


જ્યારે સામા પક્ષેથી ગોવિંદભાઈ બીજલભાઈ ભુંભરીયા રબારી (45) રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મોરબી વાળાએ સામેના ગૌતમ જયંતીભાઈ મકવાણા રહે. પ્રકાશનગર લીલાપર અને પ્રભુ બોરીચા રહે.વજેપર મોરબી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતાને બળતણના લાકડાના લે-વેચનો ધંધો હોય અને લીલાપર ગામે આવેલ પ્લોટમાં તેઓ આ ધંધો કરતા હોય. પ્રભુભાઈના કહેવાથી ગૌતમ તેમની પાસે આવેલ અને "આ પ્લોટ સવા બીપીન રાઠોડનો છે અને તે આ પ્લોટ પચાવી પાડ્યો છે" તેમ કહીને ઝઘડો કર્યો હતો અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલ ગૌતમભાઈ રબારીની ફરિયાદ પરથી પોલીસે ગૌતમ મકવાણા અને પ્રભુ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને બંને ફરિયાદોની ડીવાયએસપી પઠાણે આગળની તપાસ હાથ ધરી છે.


દારૂની બોટલ સાથે પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ લીલાપર ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાંથી પસાર થયેલ હુસૈન અબ્દુલ શાહમદાર (21) રહે.મહાદેવ નળિયાના કારખાનાની ઓરડીમાં લીલાપર રોડ અને કૈલાષ હીરા મકવાણાને અટકાવ્યા હતા અને તેમની તલાસી લેવામાં આવતા તેઓની પાસેથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂા.520 મળી આવતાં હાલ હુસેન અબ્દુલ શાહમદાર અને કૈલાષ હીરા મકવાણા (22) રહે.પ્રકાશનગર લીલાપર વાળાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.


વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ હરીપર ગામ નજીક ગઈકાલે મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં માળીયાથી ભચાઉ જતા સમયે થયેલા અકસ્માતમાં જુસબ સુમાર કુંભાર (55) રહે.ભચાઉ કચ્છ(ભુજ) ને ઇજાઓ થવાથી અહીંની કિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement