ટંકારાના જોધપર ઝાલા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ લીધો

22 January 2021 02:26 PM
Morbi
  • ટંકારાના જોધપર ઝાલા ગામે  મહિલાએ ગળેફાંસો ખાઇ લીધો

હરિજનવાસમાં વહુએ સાસુને માર માર્યો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામે રહેતી પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટંકારા પોલીસ મથકેથી બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે જોધપર (ઝાલા) ગામે રહેતા મોહનભાઈ પારઘીના પત્ની રંજનબેન (ઉંમર 35) એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલાને માનસિક બીમારી હોય તેના કારણે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઇ લીધો હોય તેણીનું મોત નિપજેલ છે. આગળની કાર્યવાહી એએસઆઇ પી.એન.ગોહીલ ચલાવી રહ્યા છે.


ઉલટી ગંગા
મોરબીના સબજેલ સામે આવેલા હરિજનવાસ વિસ્તારમાં રહેતા અનસોયાબેન કિશનભાઇ મકવાણા નામની 50 વર્ષિય આધેડ મહિલાને તેમના ઘરે તેમની વહુએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી અનસોયાબેનને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે.


બે યુવાન ઈજાગ્રસ્ત
માળિયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે રેલ્વેના કામ દરમ્યાન પગ ઉપર પત્થર પડવાથી નિલેશભાઈ રમેશભાઈ ભુરીયા (ઉંમર 28) રસુલ પીઠીયાભાઇ મોહનીયા (ઉંમર 40) નામના બે યુવાનોને ઈજાગ્રસ્ત મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.


Loading...
Advertisement