મોરબી રોટરી કલબની ડિસ્ટ્રીકટ ગર્વનરે મુલાકાત લીધી

22 January 2021 02:25 PM
Morbi
  • મોરબી રોટરી કલબની ડિસ્ટ્રીકટ ગર્વનરે મુલાકાત લીધી

રોટરી ક્લબ ઓફ મોરબીમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની મુલાકાતે આવ્યા હતાં ત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાનીએ તેમના ક્લબોના પ્રોજેક્ટ વિશે માહિતગાર કરેલા હતા અને રોટરી ક્લબ ઓફ મોરબીની વર્ષ 2020-2021 ની સેવાકીય પ્રવૃતિ નિહાળી ક્લબને અભિનંદન પાઠવેલા હતા તેમજ પ્રશાંતભાઈ જાનીના હસ્તે મોરબીની લક્ષ્મીનગરમાં આવેલ અંધજન મંડળના હાતિમભાઈ લાકડાવાલાનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ સ્વાગત સમારોહ રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા,સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ) તેમજ રોટરી ક્લબના સભ્ય હાજર રહ્યાં હતાં તેમજ આ કાર્યક્રમ નું સંચાલન પાસ્ટ પ્રેસિડન્ટ રાજવીરસિંહ સરવૈયાએ કર્યું હતું. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement