જયપુર તા. 22 :
ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે ગઇકાલે રાફેલ વિમાનમાં ઉડાન ભરી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા હવાઇ દળના સંયુકત યુધ્ધ અભ્યાસ ડેજર્ટ નાઇટ-21 ના ભાગરુપે અહીં બંને દેશોના હવાઇ દળના વીમાનો કરતબ બતાવી રહયા છે. જનરલ રાવત ગઇકાલે જોધપુર પહોંચ્યા હતા અને રાફેલ વીમાનમાં તેઓએ ઉડાન ભરી હતી. બુધવારથી ભારત અને ફ્રાન્સ વચ્ચે આ યુધ્ધ અભ્યાસ શરુ થયો છે. અને બંને દેશોના હવાઇદળ દ્વારા રાત્રી યુધ્ધની ખાસ તાલીમ લેવામાં આવી રહી છે. ફ્રાન્સના રાફેલ વીમાન પણ આ કવાયતમાં ભાગ લઇ રહયા છે. અને મીરાજ તથા સુખોઇ વીમાનને પણ સામેલ કરવામાં આવ્યા છે. એરબેઝ પર એક વોર રુમ તૈયાર કરવામાં આવ્યો છે. જયા ભુમીદળના હવાદળના ટોચના અધીકારીઓ સંયુકત રીતે હુમલાનો તથા બચાવનો વ્યુહ બનાવી રહયા છે. તથા તેમા ટેન્કર ટ્રાન્સપોર્ટ વીમાન એરબસ એ-330 ને પણ સામેલ કરવામાં આવી છે. અને ભારતીય વીમાનોને હવામાં ઇંધણ લેવાની કવાયતમાં સામેલ કરવામાં આવ્યા હતા.