મોરબીમાં દોડતા ડોર ટુ ડોર કચરા કલેકશનમાં એકત્રિત કરેલ કચરો મચ્છુ નદીમાં સ્વાહા !: અધિકારી કેમ મૌન ?

22 January 2021 02:22 PM
Morbi
  • મોરબીમાં દોડતા ડોર ટુ ડોર કચરા કલેકશનમાં એકત્રિત કરેલ કચરો મચ્છુ નદીમાં સ્વાહા !: અધિકારી કેમ મૌન ?

શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘણી વખત નગરપાલિકાના સફાઇ કર્મીઓ દ્વારા જ કચરાના ઢગલા જાહેર માર્ગો ઉપર કરવામાં આવતા હોય તેવા ફોટો અને વિડીયો વાઇરલ થયા છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારી દ્વારા અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ પણ સફાઇ કર્મીઓ સામે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેથી આજની તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં સફાઇ કર્મીઓ જાહેરમાં કચરાના ઢગલા કરતા હોય તેવું જોવા મળતું હોય છે આવી જ રીતે જુદાજુદા વિસ્તારમાંથી બાંધકામ વેસ્ટ સહિતનો કચરો પાલિકાના વાહનોમાં ભરીને નદીના પટમાં ઠાલવતાં હોય છે જો કે નદીના પટમાં અગાઉ નગરપાલિકા દ્વારા જ્યારે ખાખરેચી દરવાજા પાસેથી ગઢની રાંગ તોડવામાં આવી હતી અને તેનો બાંધકામ વેસ્ટ નીકળ્યો હતો ત્યારે તે તમામ બાંધકામના ઢગલા મચ્છુ નદીના પટમાં કરવામાં આવ્યા હતા અને તે ઢગલા આજ પણ જ્યાં નાખવામાં આવ્યા ત્યાં જ પડ્યા છે. નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન માટેના વાહનો શહેરમાં દોડાવવામાં આવી રહ્યા છે. તે ડમ્પિંગ સાઇટ સુધી નાખવા જવાના બદલે ડીઝલનો બચાવ કરીને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચાર કરવા માટે થઈને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા નદીના પટમાં ભરવામાં આવતા કચરા અને બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવતા હોય છે આવી જ રીતે નગરપાલિકાના કચરા કલેકશનના વાહનની અંદર કચરો ભરીને મચ્છુ નદીના પટમાં ઠેરવટુ વાહનમાં ગઈકાલે મચ્છુ નદીના પટ પાસે જોવા મળ્યું હતું ત્યારે તેનો ફોટો, વિડીયો કરીને ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ રીતે નગરપાલિકાના વાહનોમાં કચરા ભરીને જો નદીમાં નાખવામાં આવશે તો અન્ય લોકોને નદીના પટમાં કચરો નાખવા માટે પ્રોત્સાહન મળશે તેના શંકાને કોઈ સ્થાન નથી.
(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement