(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી નજીકના સિરામિકના કારખાનાની અંદર મજૂરી કામ કરતા પરિવારની સાત વર્ષની દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતુ જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી જોકે, અપ્રહુત બાળકીની મકનસર પાસેથી લાશ મળી છે અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની શક્યતા છે માટે લાશને ફોરેન્સીક પીએમમા મોકલવામાં આવી છે અને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કારખાનનો જ કોઈ શખ્સ આરોપી હોવાનું ચર્ચાઇ રહયું છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલા મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા સિરામિકમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ જેથી બાળકીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે તેઓ પોતાની પત્ની સાથે કારખાનામાં કામ કરતા હતા ત્યારે તેઓની બાજુમાં તેમની સાત વર્ષની દીકરી રમતી હતી અને ત્યારે તે કોઈ પણ રીતે કારખાનામાં આજુબાજુમાં ગયેલ હોય ત્યાથી અજાણ્યા શખ્સ દ્વારા તેનું અપહરણ કરવામાં આવેલ હતુ ત્યારબાદ તેને શોધવા છતાં હજુ સુધી પત્તો લાગેલ નથી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિકરી ગુમ થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવી હતી માટે પોલીસે અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને બાળકીને શોધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી જોકે ગઇકાલે અપ્રહુત બાળકીનો મકનસર પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો
જેથી કરીને મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતી અને જાણવા મળતી વિગત પ્રમાણે મૃતદેહનો ફોરેન્સીક રીપોર્ટ કરવો જરૂરી હોય ફોરેન્સિક પીએમ માટે બાળકીના મૃતદેહને રાજકોટ ખઆવેલ છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી પણ શક્યતા છે જેથી કરીને હાલમાં સીપીઆઇ આઇ.એમ. કોંઢીયા અને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરુ કરવામાં આવેલ છે અને બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરનાર આરોપી કારખાનાનો જ કોઈ શખ્સ હોવાની શંકાના આધારે હાલમાં શંકાસ્પદોની પૂછપરછ પોલીસ કરી રહી છે અને એફએસએલની ટિમ પણ ઘટના સ્થળે આવી હોવાનું જાણવા મળેલ છે.