ચાલુ વર્ષે કેન્દ્રની આવકમાં રૂા.7 લાખ કરોડની ખાદ્ય પડશે

22 January 2021 02:19 PM
India
  • ચાલુ વર્ષે કેન્દ્રની આવકમાં રૂા.7 લાખ કરોડની ખાદ્ય પડશે

ટેકસ સહિતની આવકમાં મોટો ઘટાડો : ડીસઇન્વેસ્ટમેન્ટની ગાડી પણ ટ્રેક ઉપરથી ખડી પડી

નવી દિલ્હી તા. રર
ચાલુ નાણાંકીય દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ સમયે આવક જાવકના બે છેડા ભેગા કરવા સૌથી મુશ્કેલ કામગીરી હશે. સરકારની ર0ર0-ર1ની વેરા આવકમાં રૂ.7 લાખ કરોડની ખાધ પડે તેવી ધારણા છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ કરવેરાની આવકમાં જ રૂ.ર.પ થી 3 લાખ કરોડની નુકસાની જાશે. સરકાર દ્વારા આવકના નવા અંદાજો મુકવામાં આવ્યા છે. અને તેમાં ટેકસ કલેકશન રૂ.19.33 લાખ કરોડનું થશે તેવુ અંદાજ છે. જયારે બજેટ અંદાજ રૂ.ર6.33 લાખ કરોડનો હતો. ગત વર્ષ દરમ્યાન કોરોના સંક્રમણના કારણે સરકારની આવકમાં જે મોટો ઘટાડો થયો છે. તેના કારણે ચાલુ વર્ષે નાણાંકીય ખાધ પણ વધશે. સરકારના ડીસઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ ધારી સફળતા મળી નથી અને તેને કારણે સરકારની આવક ખાધ વધી રહી છે. ચાલુ બજેટ એ અત્યાર સુધીનું સૌથી અઘરુ બજેટ હશે. નાણાંમંત્રી ખુદ સ્વીકારે છે કે તેમની પાસેથી અપેક્ષા વધુ છે પરંતુ સરકારના સાધનોનો સ્ત્રોત સૌથી નબળો છે. અને તેથી નવા પગલાથી આવક મળી શકે છે.


Related News

Loading...
Advertisement