મોરબીમાં આધેડનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધતી પોલીસ

22 January 2021 02:18 PM
Morbi Crime
  • મોરબીમાં આધેડનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધતી પોલીસ

હરીજનવાસમાં 16 વર્ષની તરૂણીએ ઝેર પીધુ

મોરબી તા.22
મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડીના પાટિયા પાસે ડિવાઈડર નજીક ડબલ સવારીમાં ઉભેલા બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં હળવદના ડુંગરપુર ગામના આધેડનું મોત થતાં અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે.


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામે રહેતા ગંગારામભાઇ વીરજીભાઈ આંકરીયા જાતે કોળી નામના 52 વર્ષના આધેડ તેમના કૌટુંબિક સગાની સાથે ડબલ સવારીમાં બાઇક લઇને હળવદથી પોતાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય કંકોત્રી વહેંચવા માટે મોરબીના ધરમપુર ગામે તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં જવા માટે મોરબી આવ્યા હતા. ધરમપુર કંકોત્રી આપ્યા બાદ તેઓ વીશીપરામાં જવા માટે નિકળયા હતા અને ટીંબડીના પાટીયા પાસે ડિવાઈડર નજીક અજાણ્યા ટ્રકના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગંગારામભાઈ વેલજીભાઈ આંકરીયા નામના 52 વર્ષના કોળી આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલ અન્ય વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથક ખાતે સવસીભાઇ રાયસિંગભાઇ સારલા કોળી (60) રહે.રણછોડગઢ તા.હળવદએ અજાણ્યા ટ્રક સામે ગુનો નોંધાવતા અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકને શોધવા માટે પીએસઆઇ ડી.વી.ડાંગરે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ફીનાઇલ પી લેતા
મોરબી સબજેલ સામે હરીજનવાસ વિસ્તારમાં રહેતા જીજ્ઞાબેન સંજયભાઈ પરમાર નામની 16 વર્ષીય સગીરાએ કોઈ કારણોસર તેના ઘેર ફીનાઇલની ગોળીઓ ખાઇ લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી. જ્યારે જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા કોમલબેન હસમુખભાઈ વાજસુરભાઇ કુંભરવાડીયા નામની 30 વર્ષીય મહિલાએ પણ તેના ઘેર કોઈ કારણસર ફીનૈઇલ પી લીધું હતું જેથી કોમલબેનને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડાઇ હતી.


Related News

Loading...
Advertisement