સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

22 January 2021 02:10 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

કોરોનાની માહમારી વચ્ચે હડતાલ ઉપર નહિ ઉતરીએ : મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં હાલમાં કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો કોઈ જિલ્લામાં વ્યક્તિ ને પોઝિટિવ કોરોના આવે તો તેને સારવાર માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે તો તે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ છે ત્યારે હાલમાં કોરોના ના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ પણ મેડિકલ કોલેજ એટલે કે સી યુ શાહ મેડિકલ હોસ્પિટલ છે.


ત્યારે આ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ નોંધાવવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કોરોના ના દર્દીઓ ને કોવિડ-19 મા ફરજ બજાવી અને કોરોનાની દર્દીઓની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ ના પડતર પ્રશ્નોની માંગણી સી.યુ.શાહ મેડિકલ કોલેજના ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવતા હાલમાં મેડિકલ સ્ટાફ માં અને નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.


ત્યારે છેલ્લા 20 વર્ષથી મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે પોતાની ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર પ્રશ્નોનો સ્વીકાર મેડિકલ કોલેજના ટ્રસ્ટ દ્વારા ન કરવામાં આવતા હાલમાં નર્સિંગ સ્ટાફમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અગાઉ અનેક વખત નર્સિંગ સ્ટાફ દ્વારા આ બાબતે મેડીકલ કોલેજના ટ્રસ્ટી અને રજૂઆત કરવા છતાં પણ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.


ત્યારે આ બાબતે તારીખ 5 જાન્યુઆરી ના રોજ પડતર પ્રશ્નો નહિ સ્વીકારવામાં આવે તો મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ ફરજ નર્સિંગ તરીકે મેડિકલ કોલેજમાં બનાવવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી તે છતાં પણ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા આજરોજ વહેલી સવારથી જ મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.


પડતર માંગણીઓ માં નર્સિંગ સ્ટાફ દ્વારા મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કાયમી કરવા પગાર વધારો કરવો મોંઘવારી આપવી સહિતના અનેક પ્રશ્નો નું નિરાકરણ ન આવતા આજે વહેલી સવારથી શિવશાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ત્યારબાદ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઈલાજ કરવામાં આવ્યો હતો.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ ભજ્ઞદશમ-19 નર્સિંગ તરીકે ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ ની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા પણ મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી માગણીઓ નહીં સ્વીકારવાના માં આવે ત્યાં સુધી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને દર્દીઓ નો ઈલાજ કરવામાં આવશે તેવું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.


Loading...
Advertisement