મોરબી જિલ્લામાં રામમંદિર નિર્માણ નિધિમાં ઉદ્યોગપતિઓ-શ્રમીકોનો સહયોગ સાપડયો

22 January 2021 02:08 PM
Morbi
  • મોરબી જિલ્લામાં રામમંદિર નિર્માણ નિધિમાં
ઉદ્યોગપતિઓ-શ્રમીકોનો સહયોગ સાપડયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (ઉતરપ્રદેશ) દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા ખાકે ભવ્ય રામમંદિર નિર્માણ અંગે ચાલી રહેલા નિધિ સંગ્રહ અભિયાનને મોરબીમાં અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. અહીંના ઉદ્યોગગૃહો પૈકીના મિલેનિયમ ગૃપના મનસુખભાઈ કોરડિયા દ્વારા રૂા. પાંચ લાખ, સિરેમિક એસોસિએશન (વિટ્રીફાઇડ);ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા દ્વારા રૂા.3,51,111 તથા વરમોરા ગૃપના ભરતભાઈ વરમોરા દ્વારા રૂા.3,51,000 અર્પણ કરવામાં આવ્યા હતા. સિરેમિકના વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશભાઈ કગથરાએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું રજિસ્ટ્રેશન થતાની સાથે જ સપ્ટેમ્બર મહિનામાં રૂા.25 હજાર અર્પણ કર્યા હતા અને પ્રતિમાસ 25 હજારની રકમ સમર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો તે દરમિયાન આ અભિયાન શરૂ થતા તેઓએ વધુ રૂા.ચાર લાખનો ચેક અર્પણ કર્યો હતો.આ તમામ આગેવાનોએ આ અભિયાનમાં અન્ય ઉધોગપતિઓને પણ આગળ આવવા આહ્વાન કર્યું હતું. તો મુળ પોરબંદરના વતની અને હાલ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના બગીચામાં માળી કામ કરતા નગાભાઈ પરમારે રૂા.1111 ની રકમ સમર્પણ કરીને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે રામમંદિર નિર્માણ નિધીસંગ્રહ અભિયાન સાથે સંકળાયેલા પ્રત્યેક રામસેવકો મારા માટે રામ છે.પ્રત્યેક પરિવારના તથા જુદા જુદા ક્ષેત્રોના લોકો દ્વારા અર્પણ થયેલા એક-એક રૂપિયો ભગવાનના મંદિર નિર્માણને અપાર અને અનન્ય તેજ અર્પણ કરશે.


Loading...
Advertisement