ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામાં પડી જતા બાળાનું મોત

22 January 2021 02:07 PM
Morbi
  • ટંકારાના મોટા ખીજડીયા ગામે 
કુવામાં પડી જતા બાળાનું મોત

શ્રઘ્ધા પાર્કમાં 10 વર્ષની બાળકીને ઇલે. શોર્ટ લાગ્યો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે પાટી વિસ્તાર તરીકે ઓળખાતા વાડી વિસ્તારની અંદર કૂવામાં અકસ્માતે પડી જતા 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હાસલા ગામના રહેવાસી અને હાલમાં મોટા ખીજડીયા ગામે રાજેન્દ્રસિંહ ઝાલાની વાડીએ રહીને ખેતીમાં મજૂરીકામ કરતાં છગનભાઇ ઉર્ફે સાગાભાઇ ભુરીયાની 11 વર્ષની દિકરી શરલા વાડીએ પાણી ભરેલા કુવામાં અકસ્માતે પડી ગઇ હતી જેથી સરલાનું મોત નીપજ્યું હતુ. તરવૈયાઓને બોલાવીને કૂવામાં પડેલ બાળકીને બહાર કાઢી હતી અને આ અંગેની હાલમાં ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઈલેક્ટ્રીક શોટ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા પૂજા રમેશભાઇ કલોતરા નામની 10 વર્ષીય બાળકીને તેના ઘરે રમતા રમતા ઇલેક્ટ્રિક શોટ લાગતાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.
વૃદ્ધને ઇજા
રોહીદાસપરા વિસ્તારમાં રહેતા વિરજીભાઇ લાલજીભાઈ કાંટીયા નામના 70 વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રની સાથે બાઈકમાં બેસીને લીલાપર રોડ ઉપરથી જતા હતા ત્યારે લીલાપર રોડ નાલાની પાસે ત્રણ માળીયા નજીક સફેદ કલરની ઈકો ગાડીએ હડફેટે લેતા વિરજીભાઇને ઈજાઓ થવાથી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.


Loading...
Advertisement