સુરેન્દ્રનગર : ગાંધી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લેતા મેડિકલ સ્ટાફનાં કર્મચારીની તબિયત લથડી

22 January 2021 02:07 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : ગાંધી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લેતા મેડિકલ સ્ટાફનાં કર્મચારીની તબિયત લથડી

વેકસીન લીધા બાદ 15 મિનિટમાં ચક્કર આવતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જ સારવાર માટે લઇ જવામાં આવ્યા : મહિલાનાં પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કોરોનાની રસી લીધા બાદ તબિયત લથડી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર જિલ્લા માં કરોના કેસો ની સંખ્યામાં ઘટાડો થઈ રહો છે.ત્યારે હાલ સરેરાશ પાંચ જેટલા પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબુમાં છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની વેકસીન સુરેન્દ્રનગર માં આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના કેસોની પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે સાજા દર્દીઓની સંખ્યામાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જિલ્લો કોરોના મુક્ત બને અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુથી કોરોના ની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મેડિકલ કોલેજ અને ગાંધી હોસ્પિટલ અને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ની રસી એટલે કે વેક્સિન આપવામાં આવી રહી છે જેમાં રોજ 300 મેડિકલ કોલેજના સ્ટાફને વેક્સિન આપવાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 16 જાન્યુઆરી થી વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.


હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ કોલેજ અને ગાંધી હોસ્પિટલ સહિતના સ્ટાફને કોરોના ની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં પણ કોરોનાથી મેડિકલ સ્ટાફ બચે તે હેતુથી વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં મેડિકલ કોલેજના આ વેક્સિન લઇ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ સહિતના મેડિકલ કર્મીઓને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હાજર ન રહેનાર નર્સિંગ સ્ટાફ અને મેડિકલ કોલેજનાં કર્મચારીઓને ફોન કરી અને ગાંધી હોસ્પિટલના ડોક્ટરી સ્ટાફ દ્વારા બોલાવી અને વેક્સિન આપવાનો વહેલી સવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં રહેતા ભાવનાબેન વાઘેલા ને પણ ફોન કરી અને ગાંધી હોસ્પિટલમાં કોરોના ની વ્યક્તિ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા તેને ભાવનાબેન છેલ્લા અનેક વર્ષોથી ગાંધી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને વહેલી સવારે વેક્સિન આપવા માટે ગાંધી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ ભાવનાબેન દ્વારા ભજ્ઞદશમ વોર્ડ માં સફાઈ કામગીરી જેવી કામગીરી કરવામાં આવી હતી જેને લઇને વહેલી સવારે ગાંધી હોસ્પિટલ ની ડોક્ટરની ટીમ દ્વારા તેમને કોરોનાની વેક્સિન લેવા માટે ટેલિફોનિક રીતે જાણ કરી અને બોલાવવામાં આવ્યા હતા.


ત્યારે ભાવનાબેન તાત્કાલિકપણે ગાંધી હોસ્પિટલ ખાતે કોરોનાની લેવા માટે પહોંચ્યા હતા અને આશરે નવ વાગ્યે કોરોના ની વેક્સિન લીધી હતી ત્યારે આ લેતાની સાથે અચાનક ભાવનાબેનની તબિયત લથડી જવા પામી હતી ત્યારે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યા હતા ત્યારે વ્યક્તિને લીધા બાદ તેમને ચક્કર અને ભાન ગુમાવ્યા હોવાનું તેમના પતિ ભીખા ભાઈ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.


વેકસીન લીધા બાદ 15 મિનિટમાં ચક્કર આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ હોસ્પિટલોમાં હાલમાં કોરોના ની વેક્સિન મેડિકલ સ્ટાફ ના કર્મચારીઓને આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગાંધી હોસ્પિટલ ખાતે વહેલી સવારે મેડિકલ સ્ટાફ ના ભાવનાબેનને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી ત્યારબાદ 15 મિનિટ બાદ તેમની તબીયત અચાનક લથડી જવા પામી હોવાનું હાલમાં તેમના પતિ ભીખા ભાઈ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં કોરોના ની વેકસીન લીધા બાદ તાત્કાલિક ધોરણે તેમને 15 મિનિટ બાદ અસર જોવા મળી હતી અને તેમની તબીયત અચાનક લથડી જવા પામી હતી.
જેમાં વેકસીન લીધા બાદ 15 મિનિટ બાદ ભાવનાબેન અચાનક ચક્કર શરૂ થઈ ગયા હતા અને ભાવનાબેન પોતાની ભાન ગુમાવી બેઠા હતા ત્યારે આ બાબતની જાણ ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબી વસેટીયન સાહેબને થતાં તાત્કાલિક પડે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પડે ભાવનાબેનને ઇમર્જન્સી રૂમમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કોરોના ની વ્યક્તિ લીધા બાદ 15 મિનિટ બાદ તેમની તબીયત અચાનક લથડી જવા પામી હતી.


મહિલાના પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કોરોના ની વેકસીન લીધા બાદ તબિયત લથડી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં વેક્સિન આપ્યા બાદ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ભાવનાબેન નામના નર્સિંગ સ્ટાફ ની તબિયત લથડી જવા પામી હતી ત્યારે તે સમયે તેમના પતિ પણ તેમની પાસે હતા તે સમયે ભાવનાબેન દ્વારા કોરોનાની વેક્સિન લેવામાં આવી હતી ત્યારે કોરોના ની વેક્સિન લેતાની સાથે 15 મિનિટ બાદ તેમની તબિયત અચાનક ખરાબ થઈ જવા પામી હતી ત્યારે ઘરેથી વહેલી સવારે સાજા-સારા થઈને નીકળેલા ભાવનાબેન ને કોરોના નાની વેક્સિન આપવાની સાથે તબિયત લથડી જવા પામી હોવાનો આક્ષેપ પતિ દ્વારા કરવામાં આવ્યો છે.તેની વેક્સિન આપ્યા બાદ ભાવનાબેન ના પતિ પણ તે સ્થળે ઉપસ્થિત હતા ત્યારે રસી આપ્યા બાદ તેમની તબિયત લથડી હોવાનો આક્ષેપ તેમના પતિ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતની જાણ થતાં તાત્કાલિક ડોક્ટરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને હાલમાં તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે તે હાલમાં તબિયત સુધારા પર હોવાનું પણ ડોક્ટરની ટીમ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.


સુરેન્દ્રનગર મેડિકલ સ્ટાફ કોરોનાની વેક્સિન લેવાથી પહેલાથી જ ડર રહ્યો છે ત્યારે આવો બનાવ સામે આવતા કોરોના ની વેક્સિન લેતા મેડિકલ સ્ટાફ માં ડર ફેલાયો.

સુરેન્દ્રનગર જિલ્લામાં 16 જાન્યુઆરી થી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લો કોરોના મુક્ત બને તે હેતુથી સરકારના સહયોગથી કોરોના ની રસી અને વેકશન આપવાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મેડિકલ સ્ટાફ અને હાલમાં કોરોના ની વેક્સિન આપવામાં આવી રહી છે.. ત્યારે પહેલાથી જ કોરોનાની વેક્સિન લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલમાં ફરજ બજાવતો મેડિકલ સ્ટાફ દોડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે કોરોના ની રસી લીધા બાદ અચાનક મહિલાની તબિયત લથડતાં ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનો મેડિકલ સ્ટાફ કોરોના ની વ્યક્તિ લેતા ડરી રહ્યો છે અને ફફડાટ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપી જવા પામ્યો છે.


Loading...
Advertisement