ધોરાજી પંથકમાં વહેલી સવારના ધુમ્મસ છવાતા જીરાના પાકને નુકશાનીની ભીતી

22 January 2021 01:50 PM
Dhoraji
  • ધોરાજી પંથકમાં વહેલી સવારના ધુમ્મસ છવાતા જીરાના પાકને નુકશાનીની ભીતી

વાહન ચાલકોને પણ પડેલી મૂશ્કેલી

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા. રર : ધોરાજી વિસ્તારમાં આજે વહેલી સવારના ધુમ્મસ (જાકળ) છવાતા જીરાના પાકને નુકશાન થવાની ભીતી સેવાય છે. ધોરાજી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ભારે ધુમ્મસના કારણે સવારના ખેડુતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહયો હતો. ધુમ્મસના કારણે જીરાના પાકને નુકશાન થવાની શકયતા છે.


Loading...
Advertisement