ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ નવનિયુકત ડી.જી.પી. પદે કેતનસિંહ વાળા એ ચાર્જ સંભાળ્યો..

22 January 2021 01:49 PM
Junagadh
  • ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ નવનિયુકત ડી.જી.પી. પદે કેતનસિંહ વાળા એ ચાર્જ સંભાળ્યો..

ગીર સોમનાથ જીલ્લો અસ્તીતવમાં આવ્યા બાદ વિવિધ સરકારની કચેરીઓ અને અધિકારીઓની નિયુકતી ક્રમશ: થયેલ હતી પરંતુ જીલ્લા કોર્ટ કાર્યરત થયા બાદ રાજય સરકાર ના કાયદા વિભાગ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના પ્રથમ જીલ્લા સરકારી વકીલ (ડી.જી.પી.) તરીકે જીલ્લાના સીનીયર એડવોકેટ અને હાલમાં એ.જી.પી. તરીકે સેવા આપતા કેતનસિંહ વાળા ની નિમણુંક કરવામાં આવતા તેઓએ સત્તાવાર રીતે વેરાવળ બાર એસો. ના પ્રમુખ રીતેશભાઇ પંડયા તેમજ શહેર ભાજપ પ્રમુખ એડવોકેટ - નોટરી દેવાભાઇ ધારેચા, ડી.વાય.એસ.પી. બાંભણીયા સહીતના રેવન્યુ તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં ચાર્જ સંભાળેલ હતો.
આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા સહીતના દ્વારા સોમનાથ મંદિર ખાતે વિશીષ્ટ સન્માન કરેલ હતું તેમજ શહેરની વિવિધ, સામાજીક, શૈક્ષણીક, સેવાભાવી સંસ્થાઓ તેમજ જ્ઞાતિ સમાજના હોદેદાર, અગ્રણીઓ, સંગઠનના વડાઓ, શ્રેષ્ઠીઓ દ્વારા કેતનસિંહ વાળા ને સન્માનીત કરેલ હતા.
ડી.જી.પી. પદે કેતનસિંહ વાળા ની નિયુકત થતા તેઓને રાજયના કાયદા મંત્રી પ્રદિપસિંહજી જાડેજા, ડાયકેટર ઓફ પ્રોસી. ના સૌરાષ્ટ્રના પ્રભારી નિરવભાઇ પુરોહીત (ડી.જી.પી.-જૂનાગઢ), પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહભાઇ પરમાર તેમજ વિવિધ રાજકીય, સામાજીક સંગઠનોના પદાધિકારીઓએ આવકારેલ હતા.


Loading...
Advertisement