વેરાવળ તા.રર
વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને નવી ટ્રેન ચાલુ કરવા અને વેરાવળ શહેરમાં આવેલ ફાટકની સમસ્યાઓ તેમજ રેલ્વેની પ્રાથમિક સુવિધાઓ માટે રેલ ઉપભોક્તા પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.સોમનાથ સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અલોક કંશલ ની વેરાવળ રેલ ઉપભોક્તાનું પ્રતિનિધિ મંડળ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ મહિલા કોંગ્રેસ પ્રમુખ સહીતનાએ મુલાકાત કરી વેરાવળ સ્ટેશનના પ્રશ્નોમાં ફાટક ગેટ નં.130 ના કારણે લોકોને પડતી હાલાકી, ગોદીનું કામ ઠપ હોવાથી, ટ્રેન મેન્ટેનન્સમાં પડતી મુશ્કેલીઓ, વેઇટીંગ હોલ, છાસવારે ટ્રેન સમયે જ સર્વર ડાઉન, મુંબઇ માટે ની ટ્રેન, ઇન્ટરસિટી અમદાવાદ વાળી ટ્રેન ચાલુ કરવા, મીટરગેજ ની ગામડાઓની ટ્રેન ચાલુ કરવા, વેરાવળ સ્ટેશનના પ્લેટફોર્મ પર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા માટેની તેમજ લાંબા રૂટ ની વધારાની હરીદ્વાર અને જમ્મુ તાવી ટ્રેનની માંગ કરી હતી અને વેરાવળ સ્ટેશન ઉપર પાર્કીગ સુવિધા, આર.પી.એફ. પાર્સલ સેવા, સફાઇ સ્વચ્છ શુદ્ધ પીવા નું પાણી વિગેરે બાબતે ધારદાર રજુઆત કરી હતી. વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર દ્વારા પ્રશ્નોને સાંભળી તેમના અધિકારીઓ સાથે વિચાર વિમર્સ કરી અને યોગ્ય ઉકેલ લાવવા ખાત્રી આપી હોવાનું રાજુભાઇ કાનાબારે એક યાદીમાં જણાવેલ છે.