હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુ્રપ દ્વારા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ

22 January 2021 01:45 PM
Morbi
  • હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુ્રપ દ્વારા
ગરીબ બાળકોને સ્વેટર વિતરણ

(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ)
હળવદ તા.22
ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ નર્મદા કેનાલ વિસ્તારના અંદાજિત 40 બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા. સ્લમ વિસ્તારના બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે એ હેતુથી સ્વેટર આપવામાં આવ્યા હતાં.
આ પ્રોજેકટ નું અનુદાન 1, અજુભાઈ (પ્રમુખ) 2, જયદીપ અઘારા (સોશિયલ મીડિયા ક્ધવીનર)એ આપ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ ના પ્રમુખ અજુભાઈ, ખજાનચી મયુરભાઈ પરમાર, સોશિયલ મીડિયા ક્ધવીનર જયદીપ અઘારા ગ્રુપના સભ્યો ઓવિસ ભાલોડીયા, સનીભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ, ઘનશ્યામ બારોટ, એ ડી સોલંકી, ભરતભાઇ ચાવડા હાજર રહ્યા હતા.


Loading...
Advertisement